શું પિમ્પલથી તમે થઇ રહ્યા છો હેરાન? તો આયુર્વેદ લાવ્યું છે સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર!(Are You Facing Problem related Pimples)

શું પિમ્પલથી તમે થઇ રહ્યા છો હેરાન? તો આયુર્વેદ લાવ્યું છે સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર!(Are You Facing Problem related Pimples)

ઘણી વખત તમારા મમ્મીએ એ તમને શિખામણ આપી હશે કે પિમ્પલને નખથી દુર કરવું ન જોઈએ.

ઘણી વખત તમને પણ એવો વિચાર આવ્યો હશે કે પિમ્પલને નખથી દુર કરશો તો ચહેરા પણ કાળા રંગના ડાઘ રહી જશે.

પણ આ બધા વિચારો પહેલા શું તમને એ વિચાર આવ્યો છે કે પિમ્પલને દુર કરવા માટે અનેક સરળ કુદરતી ઉપચાર પણ હોઈ શકે? 

ચહેરા પર પિમ્પલ થવા એ સ્કીન પર થતી સામાન્ય સમસ્યાઓમાની એક છે કે જેનાથી લગભગ ઘણા લોકો પીડાતા હોય છે.

ભારત દેશમાં લગભગ ૧ કરોડ જેટલાં લોકો ચહેરા પર થતા પિમ્પલને કારણે પીડાતા હોય છે. આ દરેક લોકોને પિમ્પલ દુર કરવા માટેના ઉપાયો જાણવા માટેની આતુરતા હોય છે. 

પિમ્પલ એ શરીર પર સ્કિનને થતી સામાન્ય સમસ્યા છે. પિમ્પલ એ દરેક વ્યક્તિને પોતાના જીવન દરમિયાન એક વખત તો થાય જ છે.

આમ છતાં પણ લોકો પિમ્પલ થવાને કારણે પોતાના મગજમાં અનેક વિચારો લાવે છે. લોકો પોતાની અંદર ઓછું આત્મસન્માન અનુભવવા લાગે છે.

અનેક રીસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે, પિમ્પલ એ લોકોમાં અસ્વીકાર કરવા માટેનો સ્વભાવ ઊભો કરે છે. લોકોનું આત્મસન્માન ઘટવા લાગે છે.

આ વસ્તુ એ દરેક વાય જૂથના લોકો અનુભવતા હોય છે. જેથી આ વસ્તુ એ કોઈ ગંભીર સમસ્યા ન કહેવાય.  

તેથી તમારે પોતાની આશા અને આત્મસન્માન ગુમાવી દેવું જોઈએ નહિ કારણ કે હવે તો ઘણા એવા ઉપાયો આવી ગયા છે કે જેને કારણે પિમ્પલને તરત જ દુર કરી શકાય છે.

શરીરમાં પાણીને જાળવી રાખવું, પોતાના ચહેરાને વારંવાર સ્પર્શ કરવાનું ટાળવું, ચહેરાને સુકો ન રાખતા પાણી વડે ધોવાની આદત રાખવી આ એ પિમ્પલને દુર કરવા માટેના સામાન્ય ઉપાયો છે.

પણ શું તમને ખબર છે કે આયુર્વેદ પાસે પણ પિમ્પલને દુર કરવા માટેના અનેક સરળ ઉપાયો છે કે જે તમારા ચહેરા પરથી પિમ્પલને તરત જ દુર કરી દે છે અને તમને ફરીથી દેખાવડા બનાવી દે છે. આમાં ફાયદાની વાત એ છે કે આ ઉપાયોને કારણે શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળતી નથી.

પિમ્પલને દુર કરવા માટેના નુસખા જાણવા પહેલા ચાલો આજે આપણે પહેલા પિમ્પલ શું છે અને એ કઈ રીતે થાય છે એ જાણીએ.

પિમ્પલ એ સામાન્ય રીતે નાના નાના સાઈઝના ફૂલ્લાઓ રૂપે જોવા મળે છે જે ગોડ આકારમાં હોય છે.

મુખ્યત્વે ચહેરા પર, છાતી પર, પીઠ ઉપર અને ખભા પર થતા જેવા મળે છે. પિમ્પલ થવાને કારણે બળતરા, લાલાશ અને પીડા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પિમ્પલ એ લાલ રંગના બની જાય છે કે મુખ્યત્વે પાણી અને પરુથી ભરેલા હોય છે. મોટે ભાગના લોકો તેને ચહેરા પર થતી ફુલ્લીઓ તરીકે ઓળખે છે. 

એ વાત એ એકદમ સામાન્ય છે. પિમ્પલ એ મોટે ભાગે તરુણાવસ્થામાં વધું થાય છે. વિજ્ઞાન પ્રમાણે ૮૦% જેટલાં તરુણો એ પિમ્પલનો સામનો કરે છે અને જે ખૂબ જ સામાન્ય છે.

તેમજ ૩% જેટલાં પુરુષો અને ૧૨% જેથી સ્ત્રીઓ ૨૫ વર્ષ પછી પણ પિમ્પલનો ભોગ બને છે. હોર્મોન્સમાં થતા ફેરફારો, દારુ તથા ધુમ્રપાન, ધૂળ લાગવી, ગરમી અને એવા અનેક કારણોથી ચહેરા પર પિમ્પલ થઇ શકે છે. 

તો, આજ આ રીતે થતા પિમ્પલમાટેના કારણે અને તેને લગતા સરળ અને અસરકારક ઉપાયો જાણવા માટે આગળ વાંચતા રહો.

આયુર્વેદ કરી રીતે પિમ્પલ દુર કરવા માટે મદદ કરી છે?

ઉપર જોયું કે પિમ્પલ થવા માટેના પણ ઘણા જુદા જુદા કારણો છે?

તમને એ કારણો જાણીને વિચાર તો આવ્યો જ હશે કે શું આ પિમ્પલથી રાહત મેળવવા માટેના શું કોઈ આયુર્વેદિક ઉપાયો છે?

અમુક સમય એવું બને છે કે સ્કિનની સમસ્યા એટલી વધી જાય છે કે તેના માટે નિષ્ણાંત પાસે જવું જરૂરી બને છે પણ આમ છતાં આયુર્વેદ પાસે એવા અસરકારક ઉપાયો છે કે જે અન્ય ટ્રીટમેન્ટ કરતા ઓઅન સારા નીવડે છે.

હેલ્થી ડાયટ, સારા પ્રમાણમાં પાણી પીવું અને સારી લાઈફસ્ટાઇ એ અમુક સામાન્ય ઉપાયો છે કે જેનાથી તમને પિમ્પલ સામે રાહત પડે છે.

તેની સાથે જ આયુર્વેદ પાસે એકદમ અસરકારક અને સરળ ઉપાયો છે. તો ચાલો આપણે એ દરેક વિષે માહિતી મેળવવીએ.

શું પિમ્પલથી તમે થઇ રહ્યા છો હેરાન? તો આ અપનાવો!

૧. આમળાનું જ્યુસ અને આમળાનો પાઉડર

આમળા એ આપણા શરીરમાં લોહીને શુદ્ધ કરવા માટેનું ખૂબ જ સારું ફળ માનવામાં આવે છે.

તેની સાથે જ આમળામાં ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે.

આમળા એ ખૂબ જ સારા એન્ટીઓક્સિડંટસ છે અને ઇન્ફ્લેમેષન સામે ખૂબ જ સારી રીતે લડત આપે છે અને શરીરને સારું રાખે છે. 

આમળાનું જ્યુસ બનાવી તેને ડીટોકસીફાયિંગ ડ્રીંક તરીકે પીય શકાય છે.આમળાનું જ્યુસ એ આપણા શરીરની ચામડીને શુદ્ધ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે.

આમળાનું જ્યુસ બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે.

સૌથી પહેલા ૩ થી ૪ આમળાને કાપો ત્યારબાદ તેમાં માપ અનુસાર મીઠું અને પાણી ઉમેરો અને તેને ખૂબ જ સારી રીતે બ્લેન્ડ કરી દો.

આ જ્યુસને એક અઠવાડિયામાં ૧ થી ૨ વખત લેવું એ પિમ્પલ દુર કરવા માટે યોગ્ય છે. 

ઉપરાંત, આમળા અને પાણીનું મિશ્રણ એ એક ખૂબ જ સારું ફેસપેક પણ છે.

આ પેકને ફેસ પર લગાવીને તેને ૨૦ મિનીટ ચહેરા પર લગાઈ રાખો અને ત્યારબાદ તેને સાદા પાણી વડે ધોઈ કાઢો.

આમાં કરવાથી તમારા ચહેરા પરના પિમ્પલ ખૂબ જ સારી રીતે અને ઝડપી દુર થઇ જાય છે અને ચહેરો સુંદર બને છે. 

શું પિમ્પલથી તમે થઇ રહ્યા છો હેરાન? તો આ અપનાવો!

2. લીમડો

પહેલાના સમયથી જ લીમડાનો ઉપયોગ હર્બળ વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે.

લીમડામાં એન્ટીબેક્ટેરીયલ, એન્ટીસેપ્ટિક અને એન્ટીફંગલ ગુણધર્મો આવેલા હોય છે.

લીમડાને સૌપ્રથમ સૂકવી દો ત્યારબાદ તેને પાઉડર સ્વરૂપમાં દેરવી દો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી તેની ઘટ્ટ પેસ્ટ બનાવો.

આ પેસ્ટને ચહેરા પર અને શરીર પર જ્યાં પિમ્પલ થયા હોય ત્યાં લગાવો દો.

૨૦ મિનીટ તેને ચહેરા પર રહેવા ડૉ અને ત્યાર બાદ તેને ગરમ પાણી વડે ધોઈ દો.

આ ઉપચાર કરવાથી ચહેરા પરથી પિમ્પલ ખૂબ જ સરળ અને સારી રીતે નીકળી જશે અને ચહેરા પર નિખાર દેખાશે. 

આના વિકલ્પ સ્વરૂપે તમે, કોલ્ડ – પ્રેસ્ડ લીમડાના તેલનો ઉપયોગ સ્પોટ ટ્રીટમેન્ટ તરીકે કરી શકો છો.

રિસર્ચમાં સામે આવ્યું છે કે નિયમિતપણે લીમડાના તેલને ચહેરા પર લગાવવામાં આવે તો પિમ્પલ દુર થઇ જાય છે અને ચહેરો સુંદર બને છે.

લીમડો એ પિમ્પલને ઉત્પન્ન કરતા બેક્ટેરિયાને દુર કરે છે અને છીદ્રો કડક બનાવે છે.

આને કારણે ચહેરાનો ટોન સારો બને છે અને ભાવીશમાં પિમ્પલ થવાનો ભય રહેતો નથી. 

શું પિમ્પલથી તમે થઇ રહ્યા છો હેરાન? તો આ અપનાવો!

૩. તુલસી

ઘણી બધી સદીઓથી તુલસીનો ઉપયોગ આયુર્વેદિક ઔષધી તરીકે કરવામાં આવે છે.

તુલસી એ પૌષ્ટિક છે તેમજ તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ મદદરૂપ બને છે.

તુલસીમાં ફૂગપ્રતીરોધક ગુણધર્મ આવેલ છે જેને કારણે પિમ્પલની રચના થતી અટકે છે.

સૌપ્રથમ લીમડાના થોડા પાન લઇ એમાં તુલસીના પાન ઉમેરીને બંને ને સારી રીતે પીસી લો. તેમાં ૧ ચમચી ભરીને તાજો નીચોવેલો લીંબુનો રસ નાંખો.

આ ૩ ને એકદમ સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાઈ દો.

ત્યારબાદ જે વિસ્તારમાં પિમ્પલ થયા છે એ વિસ્તારમાં આ પેસ્ટને લાગી દો. થોડો સમય તેને ચહેરા પર રહેવા દો.

સુકાઈ ગયા બાદ તેને પાણી વડે સારી રીતે ધોઈ દો.

આ પેક એ ચહેરા પર લાગેલ અશુદ્ધિ ને દુર કરશે અને ખીલને બનતા અટકાવે છે. 

૪. તડબૂચ

તડબૂચમાં ખૂબ જ સારા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટસ આવેલા હોય છે.

તેઓ શરીર પર ત્વચાના પુનર્જીવનમાં મદદ કરે છે. સાથે સાથે તે ખામીવાળા કોષોને સુધારવામાં પણ મદદ કરે છે.

તડબૂચ એ સરીરમાં નાઈટ્રીક ઓક્સાઈડના ઉત્પાદનને વેગ આપે છે અને જેના કારણે ત્વચા સાફ રહે છે.

તડબૂચ એ સ્વાદમાં તો સારું લાગે છે પરંતુ તેની સાથે સાથે તે ચહેરા પર તેલ ઉત્પન્ન થવા દેતું નથી.

પરિણામે ચહેરા પર પિમ્પલ થવાની સમસ્યા ઓછી થઇ જાય છે.

૫. એલોવેરા

એલોવેરા એન્ટીમાઈક્રોબાયલ, એન્ટીઇન્ફલેમેટરી અને એન્ટીવાયરલ ગુણધર્મોથી સમૃદ્ધ છે. એલોવેરાના છોડમાંથી તેનું જેલ કાઢી તેને ચહેરા પર લગાવો.

ત્યારબાદ તેને ૧૦ મિનીટ માટે ચહેરા પર રહેવા દો. ત્યાર પછી ચહેરાને સાદા પાણી વડે સારી રીતે ધોઈ દો.

જ્યારે તમે એલોવેરાને ચહેરા પર લગાવો છો ત્યારે તે ચહેરા પર આવેલા છિદ્રોને સાફ કરે છે

અને તેની સાથે બેક્ટેરિયાની રચનાને પણ ઘટાડે છે.

આ રીતે ચહેરા પર ધૂળના રજકણો લાગવાનો ભય ઓછો રહે છે અને પિમ્પલ થવાનો ભય પણ ઘટી જાય છે. 

૬. જીરું કોથમીર – વરિયાળી ચા 

આ ત્રણ ઘટકોના મિશ્રણથી બનેલી ચા એ ઝેરનું ઉત્પાદન થતું અટકાવે છે અને સિસ્ટમને ઠંડુ રાખવામાં મદદ કરે છે.

આ ચા બનાવવા માટે પહેલા ગરમ પાણીમાં ત્રણેય ઘટકોને તેમના ૧/૩ પ્રમાણમાં લઇ લો.

ત્યારબાદ ત્રણેય ઘટકોને સારી રીતે એકબીજા સાથે મિશ્ર કરી દો.

ત્યારબાદ આ મિશ્રણને પીય લો. આમ કરવાથી ચહેરા અને શરીરના અન્ય વિસાતારોમાં પણ પિમ્પલ થતા અટકશે.

મહત્તમ લાભ લેવા માટે તમારે દિવસના ૩ વખત આ ચા પીવી જોઈએ. 

૭. પપૈયા

પપૈયા એ માત્ર ખાવામાં જ સારું નથી પરંતુ શરીરની ત્વચાને પણ સારી રાખે છે.

પપૈયાના પલ્પને ચહેરા પર લગાવવાથી મૃત કોષો દુર થઇ જાય છે.

પપૈયા એ ચહેરાને હાઈડ્રેટેડ રાખે છે.

પપૈયામાં એવા ઉત્સેચકો આવેલા હોય છે કે જે બળતરા સામે રક્ષણ આપે છે અને પિમ્પલને બેસાડી દે છે.

પ્રોટીન ડિફ્યુઝિંગ પેપેન ત્વચાને એક્સ્ફોલિએટ કરવામાં મદદ કરે છે. પપૈયાની આ તમામ લાક્ષણિકતાઓ પિમ્પલની રચના સામે કામ કરે છે.

જો તમને પિમ્પલને કારણે ડાઘ થાય તો એને મટાડવા માટે પણ પપૈયા મદદરૂપ થાય છે.

કાચા પપૈયાની એકદમ પાતળી પેસ્ટ બનાવી દો અને ત્યારબાદ તેને ચહેરા પર લગાવી દો.

૩૦ મિનીટ સુધી તેને ચહેરા પર રહેવા દો અને ત્યારબાદ હળવા ગરમ પાણી વડે તેને ધોઈ દો.

આ પેક એ ચહેરા પર ખીલને કારણે થતા કાળા ડાઘને સહેલાઈથી દુર કરી દે છે.   

૮. મધ

મધમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તેમાં એન્ટી-માઈક્રોબાયલ ગુણ પણ હોય છે.

લગભગ ૧૫-૨૦ મિનિટ સુધી પિમ્પલ અથવા ડાઘ પર શુદ્ધ મધ સીધું લગાવો

અને તેને ધોઈ નાખો પણ ખીલ સાફ કરવા માટે પૂરતું છે.

આનો નિયમિત ઉપયોગ કરી શકાય છે.

મધ ત્વચાના ઉપચાર ગુણધર્મોને વધારે છે અને તે જ સમયે બેક્ટેરિયાની રચનાને ઘટાડે છે અને દૂર રાખે છે.

તે ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે અને તેને ફરી ભરેલી દેખાતી રહે છે.

આવી અનેક સમસ્યાઓ માટેના ઝડપી અને સરળ ઉપાય માટે આયુર્વેદા કરો ફોલો અને પોસ્ટ ગમે તો કરો દરેક મિત્રોને શેર. 

Leave a Comment

Your email address will not be published.